ભુજ તાલુકા પંચાયત ગ્રામપંચાયત દીઠ કોરોના માટે એક-એક લાખ ફાળવે

પદ્ધર (તા. ભુજ), તા.14 : કોરોના મહામારીએ ભરડો લીધો છે ત્યારે તાલુકાના ગામડાની સાચી પરિસ્થિતિ અને કોરોના સામે વ્યવસ્થા કરી શકાય તે માટે ભુજ તાલુકા પંચાયતની તાત્કાલિક સામાન્ય સભા બોલાવવાની માંગ તા.પં. સભ્ય શાંતિબેન રાજેશ આહિરે કરી હતી.  તા.પં. પ્રમુખ અને ટીડીઓને વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય સભા બોલાવવી શકય ન હોય તો સ્વભંડોળમાંથી તમામ ગ્રામપંચાયતોને કોરોના માટે મેડિકલ અને હોમ આઈસોલેશનના દર્દીઓ માટે વ્યવસ્થા ઉભી કરવા ગ્રામ પંચાયત દીઠ રૂા. એક લાખ ફાળવવા રજુઆત કરી હતી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer