કોવિડ વોર્ડમાં પીપીઈ કિટ વિના ધસી ગયા રાજ્યના વિપક્ષી નેતા

કોવિડ વોર્ડમાં પીપીઈ કિટ વિના ધસી ગયા રાજ્યના વિપક્ષી નેતા
ભુજ, તા. 13 : કચ્છમાં કોરોનાથી દર્દીઓના વધતા મોતના આંક અને દર્દીઓના ધસારાના હેવાલને પગલે જિલ્લાની મુલાકાતે આવેલા વિધાનસભાના વિપક્ષી નેતા ભુજમાં જી.કે. જનરલ હોસ્પિટલની મુલાકાત દરમ્યાન કોવિડ વોર્ડમાં દર્દીઓના ખબરઅંતર પૂછવા ધસી  ગયા હતા. વિપક્ષી નેતા અને માનવતાના નાતે જવું એ અલગ વાત છે પણ કોરોના જેવી મહામારીમાં પ્રોટોકોલ મુજબ પીપીઈ કિટ વિના કોઈને પ્રવેશ નહીં આપવાના નિયમનું ઉલ્લંઘન કરવું એ કેટલું વાજબી ગણાય એવો સવાલ ઉઠયો હતો. કારણ કે દર્દીઓની સારવાર કરતા ડોક્ટર, નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફને પણ પીપીઈ કિટ પહેરવી ફરજિયાત હોય ત્યાં  વિધાનસભા ગજાવતા કોંગ્રેસના નેતા પ્રોટોકોલની અવગણના કરે એ કેટલું વાજબી ગણાય તેવો ગણગણાટ સાંભળવા મળ્યો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer