ડુમરા પીરનો ઉર્સ હિન્દુ અને મુસ્લિમ સમાજે એકતાથી ઊજવ્યો

ડુમરા પીરનો ઉર્સ હિન્દુ અને મુસ્લિમ સમાજે એકતાથી ઊજવ્યો
નલિયા, તા. 13 : અબડાસાના ડુમરા વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક રહીમશા પીર ઉર્ફે ડુમરા પીરનો ઉર્સ સાદગીથી ઊજવાયો હતો. સલીમછા બાપુ સૈયદના હસ્તે ચાદર ચડાવવામાં આવી હતી. આ પ્રસંગે સલીમછાએ કોમી એકતા જાળવી રાખવાની સાથે દેશ કોરોનામાંથી જલ્દી મુક્ત થાય તેવી દુઆ માંગી હતી. ડુમરાની ભાગેળે આવેલા ડુમરા પીરની દરગાહ પર દર વર્ષે હિન્દુ-મુસ્લિમ ભાઇઓનાં સંયુક્ત ઉપક્રમે ઉર્સ ઊજવાય છે. એ દિવસે મુસ્લિમો ન્યાઝ અને હિન્દુ પહેડી કરે છે. ચાલુ વર્ષે સૌએ પોત-પોતાના ઘરે ન્યાઝ અને પહેડી કરી હતી. કોરોનાની ગાઇડ લાઇન મુજબ યોજાયેલા કાર્યક્રમમાં મુજાવર ખલીફા હુશૈન રમજુએ સૌનો આભાર માન્યો હતો. અયુબ સુમરા, મજીદ હાજી ગની સુમરા, હાજી જાફર સુરંગી, આદમભાઇ ખલીફા, જૈન મહાજનના ચુનીલાલ, ભવાનજી શાહનંદ, કલ્પનાબેન શાહ, બીજલભાઇ શાહ, ડુમરા વિસ્તાર વિકાસ સમિતિના પ્રમુખ ચેતન ગોર, ગિરિરાજસિંહ જાડેજા, સુનીલ ગોર, પ્રવીણ ઠક્કર, દિલુભા જાડેજા, મનીષ ચંદે, અલીભાઇ કુંભાર સહિત ગામના વિવિધ વર્ગનાં આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer