કચ્છ જિલ્લા મહેસૂલ કર્મચારી સંગઠને યુવાન રાહબર ગુમાવ્યો

કચ્છ જિલ્લા મહેસૂલ કર્મચારી સંગઠને યુવાન રાહબર ગુમાવ્યો
ભુજ, તા. 13 : કલેકટર કચેરીમાં ફરજ બજાવતા યુવા નાયબ મામલતદાર મૂળ કોકલિયાના અજિતસિંહ સતુભા જાડેજાનું 40 વર્ષની વયે અવસાન થતાં સમગ્ર મહેસૂલી પરિવારમાં ઘેરા દુ:ખની લાગણી ફરી વળી છે. શ્રી જાડેજા મહેસૂલી પરિવારમાં નીડર, કર્મનિષ્ઠ, અતિમહેનતુ અને કોઠાસૂઝ ધરાવતા હતા. તેમની અણધારી વિદાયથી મહેસૂલી પરિવારમાં એક અનુભવી કર્મયોગી કર્મચારીનો ખાલીપો ઊભો થયો છે. આ પ્રસંગે યોજાયેલા મૌન શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કલેકટર પ્રવીણા ડી.કે., નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, મદદનીશ કલેકટર મનીષ ગુરવાણી તથા તમામ અધિકારી, કર્મચારીઓઁએ ઘેરા શોકની લાગણી વ્યકત કરી હતી અને પ્રભુ તેમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે અને સદ્ગતના આત્માને શાંતિ આપે તે માટે બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer