મોટી વિરાણીના બ્રાહ્મણ દંપતીને કોરોના ભરખી ગયો

મોટી વિરાણીના બ્રાહ્મણ દંપતીને કોરોના ભરખી ગયો
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 13 : આ ગામના લક્ષ્મી-નારાયણ નામધારી બ્રાહ્મણ દંપતીનો કોરોનાએ ભોગ લેતાં પરિવાર સહિત આખાય ગામમાં ઘેરો શોક ફેલાયો છે. માત્ર ચાર દિવસના અંતરે આ દંપતીએ અનંતની વાટ પકડી લીધી હતી. મૂળ નાગ્રેચાના 80 વર્ષીય નારાયણ દામોદર જોશી અને તેમના પત્ની લક્ષ્મીબેન જોશી કોરોના સંકમિત થયા બાદ ભુજ જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સદ્ગત નારાયણભાઇ ટપાલી હોવા સાથે નાગનાથ, રામેશ્વર, દરિયાલાલ મંદિર સહિતમાં પૂજારી તરીકે સેવા આપતા હતા. તેઓ કચ્છમિત્રના વિતરક પણ હતા. તેમના પત્ની સદ્ગત લક્ષ્મીબેન બિબ્બર ખીમજીબાપા આશ્રમના મહંત જગુડાડાના બહેન થતા હતા. ત્રણ દીકરીઓના માતા-પિતા એવું આ દંપતીએ લાંબા સમય સુધી સ્વતંત્ર જીવન વ્યતિત કર્યું હતું. તેમના નિધનથી શીલાબેન, રીનાબેન અને ગુડીબેને માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. શાંત-સરળ અને રમૂજી દંપતીને ગામના લોકો લક્ષ્મીનારાયણના નામથી સંબોધન કરતા હતા. ગામમાં વિવિધ ક્ષેત્રે પ્રવૃત્તિઓમાં આ દંપતીએ ભારે લોકચાહના મેળવી હતી. મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 13 : આ ગામના લક્ષ્મી-નારાયણ નામધારી બ્રાહ્મણ દંપતીનો કોરોનાએ ભોગ લેતાં પરિવાર સહિત આખાય ગામમાં ઘેરો શોક ફેલાયો છે. માત્ર ચાર દિવસના અંતરે આ દંપતીએ અનંતની વાટ પકડી લીધી હતી. મૂળ નાગ્રેચાના 80 વર્ષીય નારાયણ દામોદર જોશી અને તેમના પત્ની લક્ષ્મીબેન જોશી કોરોના સંકમિત થયા બાદ ભુજ જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સદ્ગત નારાયણભાઇ ટપાલી હોવા સાથે નાગનાથ, રામેશ્વર, દરિયાલાલ મંદિર સહિતમાં પૂજારી તરીકે સેવા આપતા હતા. તેઓ કચ્છમિત્રના વિતરક પણ હતા. તેમના પત્ની સદ્ગત લક્ષ્મીબેન બિબ્બર ખીમજીબાપા આશ્રમના મહંત જગુડાડાના બહેન થતા હતા. ત્રણ દીકરીઓના માતા-પિતા એવું આ દંપતીએ લાંબા સમય સુધી સ્વતંત્ર જીવન વ્યતિત કર્યું હતું. તેમના નિધનથી શીલાબેન, રીનાબેન અને ગુડીબેને માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. શાંત-સરળ અને રમૂજી દંપતીને ગામના લોકો લક્ષ્મીનારાયણના નામથી સંબોધન કરતા હતા. ગામમાં વિવિધ ક્ષેત્રે પ્રવૃત્તિઓમાં આ દંપતીએ ભારે લોકચાહના મેળવી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer