મેક્ગ્રિગોરે મેસ્સી, રોનાલ્ડો, ફેડરરને પાછળ રાખ્યા

નવી દિલ્હી, તા. 13 : જાણીતી અમેરિકી બિઝનેશ પત્રિકા ફોર્બ્સ દ્વારા 2021માં સૌથી વધુ કમાણી કરનારા ટોચના 10 એથ્લેટની વિશ્વ સૂચિ જાહેર કરવામાં આવી છે, જેમાં મિક્સ્ડ માર્શલ આર્ટ સ્ટાર કોનોર મેક્ગ્રિગોર ટોચ પર છે. તેણે કમાણીના મામલે ફૂટબોલ સ્ટાર લિયોનલ મેસ્સી, ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને ટેનિસ સ્ટાર રોઝર ફેડરરને પાછળ રાખી દીધા છે. મેક્ગ્રેગોરે ગત વર્ષની તુલનાએ આ વર્ષે લગભગ 971 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી છે.ફોર્બ્સની સૂચિ અનુસાર મેક્ગ્રિગોરની વાર્ષિક કમાણી લગભગ 1324 કરોડ રૂપિયા છે. જેમાંથી 1163 કરોડ રૂપિયા વિજ્ઞાપન અને બીજી ચીજોમાંથી આવે છે. જ્યારે 161 કરોડ રૂપિયા પોતાની રમત મિક્સ્ડ માર્શલ આર્ટમાંથી કમાયા છે. ગયા વર્ષે તેની વાર્ષિક કમાણી અંદાજે 3પ3 કરોડ રૂપિયા હતી. આ સૂચિમાં આર્જેન્ટિના અને સ્પેનિશ કલબ બાર્સિલોનાનો સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સી છે. તેની વાર્ષિક કમાણી 9પ6 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. 2020માં તે 76પ કરોડ સાથે ત્રીજા સ્થાને હતો. ક્રિસ્ટીયાનો રોનાલ્ડો આ વર્ષે ત્રીજા સ્થાને છે. ગયા વર્ષે તે બીજા નંબરે હતો. આ વર્ષે તેની કમાણી 883 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. અમેરિકી ફૂટબોલર ડેક પ્રેસ્કોટ 791 કરોડ રૂપિયાની કમાણી સાથે ચોથા સ્થાને છે. જ્યારે દિગ્ગજ બાસ્કોટ બોલ ખેલાડી લેબ્રોન જેમ્સ 710 કરોડ સાથે પાંચમા નંબર પર છે. લેબ્રોનને ગયા વર્ષે ટાઇમે મેગેઝિને એથ્લેટ ઓફ ધ યર જાહેર કર્યો હતો. ફોર્બ્સની આ સૂચિમાં આ પછી અનુક્રમે બ્રાઝિલનો ફૂટબોલ સ્ટાર નેમાર (699 કરોડ), મહાન ટેનિસ ખેલાડી રોઝર ફેડરર (662 કરોડ), કાર ડ્રાઇવર લૂઇસ હેમિલ્ટન (603 કરોડ), અમેરિકી રગ્બી પ્લેયર ટોમ બ્રેડી (પપ9 કરોડ) અને અમેરિકી બાસ્કેટ બોલ ખેલાડી કેવિન ડુરંડ (પપ2 કરોડ રૂપિયા) છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer