દ્રવિડને લીધે ટીમ ઇન્ડિયા પાસે શ્રેષ્ઠ બેંચ સ્ટ્રેન્થ: ચેપલ

સિડની, તા.13: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ગ્રેગ ચેપલનું કહેવું છે કે રાહુલ દ્રવિડને લીધે આજે ટીમ ઇન્ડિયા પાસે બેસ્ટ બેંચ સ્ટ્રેન્થ છે. દ્રવિડે દેશમાંથી શ્રેષ્ઠ યુવા પ્રતિભાઓ શોધીને તેને નિખાર આપ્યો છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે રાહુલ દ્રવિડ હાલ નેશનલ ક્રિકેટ એકેડેમીના ચેરમેન છે અને ઇન્ડિયા એ ટીમના કોચ પણ છે. ચેપલ કહે છે કે દ્રવિડે તેના માર્ગદર્શનમાં શ્રેષ્ઠ યુવા ખેલાડીઓ તૈયાર કર્યાં છે. જેની અમારા દેશ ઓસ્ટ્રેલિયામાં હાલ ઉણપ છે. દ્રવિડ ઓસ્ટ્રેલિયાની શૈલીથી જ નવા ખેલાડીઓ શોધી કાઢયા છે. ગ્રેગ ચેપલ કહે છે કે વિશ્વ ક્રિકેટમાં અગાઉ ઓસ્ટ્રેલિયા યુવા ખેલાડીઓને શોધવામાં જાણીતું હતું, પણ હવે આ સ્થાન ભારતે લઇ લીધું છે. છેલ્લી ટેસ્ટ સિરીઝમાં ભારતના અનેક નિયમિત ખેલાડીની ગેરહાજરી છતાં ઓસ્ટ્રેલિયા જીત મેળવી શકયું ન હતું. રહાણેના સુકાનીપદ હેઠળ તમામ નવા અને યુવા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન રહ્યંy હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer