ઉચાપતના કેસમાં જખૌના પોસ્ટ માસ્તરને આગોતરા

ભુજ, તા. 13 : અબડાસાની જખૌ પોસ્ટ ઓફિસમાં વર્ષ ર017 દરમ્યાન રૂા. એક લાખ, તેંતેર હજાર, બસોની ઉચાપતના ચકચારી બનાવ સંદર્ભે પોસ્ટ માસ્તર શાંતિલાલ સુરમાજી પાંડવ સામે ગુનો નોંધાયા બાદ આરોપીએ આગોતરા જામીન અરજી કરતાં ભુજની સેસન્સ કોર્ટના છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ ચિરાગ એમ. પવારએ આગોતરા જામીન મંજૂર કર્યા હતા. આ અંગે છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ સમક્ષ આરોપી શાંતિલાલએ પોતાના વકીલ મારફતે આગોતરા જામીનની અરજી કરતાં મેજિસ્ટ્રેટે આગોતરા જામીનની અરજી મંજૂર કરી હતી. આરોપી તરફે સિનીયર ધારાશાત્રી લાલજીભાઈ એલ. કટુઆ રહ્યા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer