ગાંધીધામમાં યુવાનનું કોઈ કારણે મોત થતાં તપાસ

ગાંધીધામ, તા. 13 : શહેરના કાર્ગો પી.એસ.એલ. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારા જયલાલ શ્રીકાન્ત યાદવ (ઉ.વ.4ર) નામના યુવાનનું કોઈ અગમ્ય કારણોસર મોત થયું હતું. કાર્ગો પી.એસ.એલ. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારા અને મજૂરીકામ કરતા જયલાલ નામના યુવાનનું ગઈકાલે મોત થયું હતું. ગત તા. 11/પના રાત્રિના ભાગે આ યુવાન ઘરની બહાર નીકળ્યો હતો. બાદમાં ગઈકાલે જ્યારે તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના નાકમાંથી લોહી નિંગળતું હતું. લોકો તેને સારવાર અર્થે લઈ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તે પડી જતાં અને નાક વગેરે જગ્યાએ તેને ઈજાઓ પહોંચતાં તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે તેવું પોલીસે  જણાવ્યું હતું. તેમ છતાં, આ યુવાનનું ખરેખર મોત કેવા કારણોસર થયું હતું તેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer