આજે 18થી 44 વર્ષના માટે સાંજે છ વાગ્યે રસીકરણ સ્લોટ ખૂલશે

ભુજ, તા. 13 : કચ્છના યુવાનો માટે આગામી પાંચ દિવસના રસીકરણ અંગે લેવાયેલા નિર્ણય મુજબ આવતીકાલે સાંજે છ વાગ્યે 18થી 44 વર્ષના માટે સ્લોટ ખૂલશે.આ સ્લોટમાં નોંધાશે તેમને શનિવારથી બુધવાર પાંચ દિવસ દરમ્યાન રસીકરણ માટે જાણ કરાય તે રીતે હાજર થવાનું રહેશે. દરેક તાલુકામાં એક-એક જગ્યાએ રસી અપાશે તેની વિગત સ્લોટ ખૂલશે તેમાં દર્શાવાઈ હોવાનું જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ જણાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer