છેલ્લી ઘડી સુધી સ્વાવલંબી રહેલા કાકાનું જીવનબળ પ્રેરક

ભુજ, તા. 13 : નામાંકિત સાહિત્યકાર કુમારપાળ દેસાઈએ જેમને `કૃષિના ઋષિ'  કહ્યા તેવા કાંતિસેન શ્રોફનાં જીવનનાં અંતિમ પાંચ વર્ષમાં આવેલા પરિવર્તને સૌને પ્રેરણા સાથે જીવનનું બળ આપ્યું તેવું `કાકા'ની નિકટ રહેલાં તેમનાં પુત્રવધૂ પ્રીતિબહેન શ્રોફ કહે છે.અંતિમ સમયગાળામાં અશક્તિ, ચાલવામાં તકલીફ છતાં શક્ય તેટલા સ્વાવલંબી રહેલા સમાજચિંતકે જીવવાનું બળ ટકાવી રાખ્યું. આ બળ ક્યાંથી મળ્યું, તેવું પૂછતાં કાકાએ રામકૃષ્ણ પરમહંસનાં ઉદાહરણ સાથે જણાવ્યું હતું કે, ઈશ્વર સમજુને જ દુ:ખ આપે છે, તેમને આપણી સહનશક્તિ પર ભરોસો છે. પ્રીતિબહેન કહે છે કે, છેલ્લી ઘડી સુધી સકારાત્મકતા સાથે સૌના આનંદમાં પોતાનો આનંદ માનીને જીવેલા કાકાએ કોઈને કદી નારાજ નથી કર્યા. ગત વર્ષે તત્ત્વચિંતક હરેશ ધોળકિયાએ મુલાકાત લીધી, તેમાં કાંતિસેનભાઈએ કહ્યું હતું કે, આપણે આપનાર થવાનું છે, લેનાર નહીં. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer