માંડવીમાં અયોધ્યાનગરમાં મોબાઈલ નેટવર્કના ઠાગાઠૈયા

માંડવી, તા. 13 : શહેરમાં લાયજા રોડ પર આવેલા અયોધ્યાનગરના રહીશો મોબાઈલ નેટવર્કની તકલીફના કારણે તોબા પોકારી ઊઠયા છે. છેલ્લા બે વરસથી ગ્રાહકો તરફથી કરાતી ઓનલાઈન ફરિયાદોનો અંત જ આવતો નથી અને મુશ્કેલીમાં સતત વધારો થયા કરે છે.  કેટલાક મોબાઈલધારકોએ બળાપો વ્યકત કરતાં જણાવ્યું હતું કે, આ નગરના રહીશો વોડાફોન-આઈડિયા અને જીઓ કંપનીના સેંકડો ગ્રાહકો છે, પણ આ કંપનીઓની સર્વિસ લંગડાતી ચાલે છે. વિદ્યાર્થીઓના અભ્યાસ, સોશિયલ મીડિયા મારફતે મોકલાતા વીડિયો, ઈમેઈલ, ફેસબુક, વોટ્સએપ સહિતના ફીચરો-એપ્લીકેશનની સેવાઓથી નિરંતર રીતે જોડાણ થઈ શકતું નથી. સુધારો નહીં કરાય તો સેંકડો ગ્રાહકો આ કંપનીઓના કાર્ડ બંધ કરાવશે અથવા અન્ય કંપનીમાં તબદીલ કરાવશે તેવું જણાવાયું છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer