મારૂ કુંભાર સમાજનો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં થયો સમાવેશ

ભુજ, તા. 13 : ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ યાદીમાં `કુંભાર' તથા તેની પેટા જાતિઓનો સમાવેશ કરવામાં આવેલો છે. ગીર સોમનાથ જિલ્લાના કુંભાર જ્ઞાતિની પેટા શાખ `મારૂ કુંભાર' જાતિના કેટલાક અરજદારોને તેઓના દસ્તાવેજોમાં `મારૂ કુંભાર' દર્શાવેલું હોવાના કારણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી પડતી હતી. આ અંગે સમસ્ત મારૂ કુંભાર સમાજ દ્વારા મારૂ કુંભાર જ્ઞાતિના અરજદારોએ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરને રજૂઆત કરતાં તેમણે નિયામક અને વિભાગ કક્ષાએ અધિકારીઓને આ અંગે સ્પષ્ટતા કરતો સુધારો કરવા સૂચના આપી હતી. `મારૂ કુંભાર' જાતિના અરજદારોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવામાં પડતી મુશ્કેલી દૂર કરવા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ઠરાવમાં સુધારો કરી નવા ઠરાવથી સુધારાને સમસ્ત `મારૂ કુંભાર' જાતિના લોકોએ આવકાર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર તેમજ રાજ્યમંત્રી વાસણભાઈનો જ્ઞાતિ સમાજે આભાર માન્યો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer