એસ ઓ એસ કોરોના અસરગ્રસ્ત બાળકોની સહાય કરવા માટે તૈયાર

ભુજ, તા. 13 : એસ ઓ એસ ભારતીય બાલગ્રામ નામની એનજીઓએ જાહેરાત કરી છે કે સમગ્ર દેશમાં રહેલા સંવેદનશીલ બાળકો કે જેઓની સલામતી, સુરક્ષા અને સુખાકારી, મહામારીનાં કારણે તેમના માતા-પિતાની છત્રછાયા ગુમાવવાથી ગંભીર રીતે અસરગ્રસ્ત થયા છે અને જેઓના કોઈ પાલક (કાળજી લેનારા) નથી તેમને ટૂંકાગાળા અથવા લાંબાગાળાની સંભાળ આપવા માટે તૈયાર છે.એસ ઓ એસ ચિલ્ડ્રન્સ વિલેજિસના મહાસચિવ સુમંતા કરે જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં એસ ઓ એસ ચિલ્ડ્રન્સ વિલેજ ઈન્ડિયા કોવિડ-19 કે જેણે દેશના સામાજિક-આર્થિક તંત્રને વેરાન બનાવી દીધું છે તેની સામે લડવા માટે લોકો સાથે એકતા વ્યક્ત કરે છે. 22 રાજ્યોમાં આવેલા અમારા 32 બાલગ્રામમાં ટૂંકાગાળા અથવા લાંબાગાળાની સંભાળ આપવા માટે અમે તૈયાર છીએ એવું શ્રી કરએ જણાવ્યું હતું તેમણે જણાવ્યું કે જેનાં માતા-પિતા કોવિડ-19 પોઝિટિવ છે અને સારવાર લઈ રહ્યા છે તેવા બાળકોને તેમના માતા-પિતા સ્વસ્થ ન થાય ત્યાં સુધી ટૂંકાગાળાની સંભાળ હેઠળ રાખી શકાય છે. જે બાળકોએ તેમનાં માતા-પિતા ગુમાવ્યા છે તેઓને અમારા કુટુંબ જેવી કાળજી આપનાર પ્રોગ્રામમાં લાંબાગાળાની સંભાળ હેઠળ રાખી શકાય છે. જો તમે અમારા પ્રોજેકટની આસપાસમાં આ પ્રકારનાં બાળકો હોય તો આપ તેમને મળો છો તો અમને જાણ કરો. અમારા હેલ્પલાઈન નં. 99782 45247 અને 99090 13245 પર કોલ કરો અથવા ળફવયતવ.ળદ।઼ તજ્ઞતયદશક્ષમશફ.જ્ઞલિ પર ઈમેઈલ કરો. અમે બાળક સુધી પહોંચવાના સંભવિત પ્રયત્ન કરીશું અને તેને ટેકો આપવામાં અમે ખુશી અનુભવીશું એવું પણ તેમણે ઉમેર્યું. બધા લાયક બાળકોને સીડબલ્યુસી/ડીસીપીયુથી મંજૂરી લીધા પછી એસ ઓ એસ ભારતીય બાલગ્રામ ભુજમાં નોંધણી કરાશે અને તમામ જરૂરી પ્રક્રિયાઓનું પાલન કરાશે તેવું નિયામકની યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer