ભુજમાં એક્ટિવા સ્કૂટરની ચોરી કરનારો નવયુવાન પોલીસ સકંજામાં

ભુજ, તા. 13 : શહેરમાં ચોરી કરાયેલાં એક્ટિવા સ્કૂટરના કિસ્સાનો તાગ સ્થાનિક એ. ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી આ બાબતે 19 વર્ષની વયના રામજી ઉર્ફે શ્યામ હિરજીભાઇ વાઘેલાને પકડી પાડયો હતો.સહાયક ફોજદાર કિશોરસિંહ જાડેજાની બાતમીના આધારે તથા સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજના અભ્યાસ સાથે પોલીસ આ કિસ્સામાં આરોપી સુધી પંહોચી હતી. મૂળ ભુજના ભૂતેશ્વર વિસ્તારના રહેવાસી અને હાલે સોની સમાજવાડી પાસે પબુરાઇ ફળિયામાં રહેતા સામજી ઉર્ફે શ્યામ પાસેથી ચોરાઉ વાહન કબ્જે કરાયું હતું. કાર્યવાહીમાં ઇન્સ્પેકટર પી.એમ. ચૌધરી સાથે સ્ટાફના સભ્યો જોડાયા હતા. શહેરમાં છઠ્ઠીબારી રિંગરોડ પાસેથી રાકેશ શાન્તિલાલ શાહ નામના વેપારીનું આ દ્વીચક્રી ચોરાયું હતું.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer