હવે `ગુજરાતના પ્રમુખ સંગ્રહાલયો તમારા ઘરના પરદે'' ઓનલાઈન

ભુજ,તા. 13 : કોરોના કાળને કારણે છેલ્લા એક વર્ષથી રાજ્યના સંગ્રહાલયો મુલાકાતીઓ માટે બંધ કરાયા છે જેથી લોકો સંગ્રહાલયના સંગ્રહ નિહાળવાથી વંચિત રહી જાય છે ત્યારે લોકો ઘર બેઠા જ સંગ્રહાલય નિહાળી શકે એ માટે રાજ્ય સરકારના સંગ્રહાલય અને પુરાતત્વ વિભાગ દ્વારા ખાસ  ઓન લાઈન સંગ્રહાલય નિહાળવાની વ્યવસ્થા કરાઇ છે.  વિભાગના નિયામક ડો. પંકજ શર્માએ ' ગુજરાતના પ્રમુખ સંગ્રહાલયો તમારા ઘરના પરદે' યોજનાની વિગતો આપતાં જણાવ્યુ હતું કે,  જાહેર જનતા રાજ્યના મુખ્ય સંગ્રહાલયો હવે  ફેસબુકના માધ્યમથી દરરોજ સાંજે પાંચથી સાત વાગ્યા સુધી  નિહાળી શકશે. આ યોજનામાં ભુજનાં કચ્છ મ્યૂઝિયમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સપ્તાહના પાંચ દિવસો દરમ્યાન સંગ્રહાલય દર્શન કરી શકાશે જેમાં દર રવિવારે વડોદરા સંગ્રહાલય, મંગળવારે જૂનાગઢ મ્યૂઝિયમ, બુધવારે સિધ્ધપુર મ્યૂઝિયમ, ગુરુવારે ધરમપુર સંગ્રહાલય તથા દર શનિવારે કચ્છ મ્યૂઝિયમ   ગુજરાત પુરાતત્વ તથા સંગ્રહાલય નિયામકની ફેસબુક લીંક ઓપન કરવાથી નિહાળી શકાશે.  આ દરમ્યાન ગેલેરી ટોક તથા વેબીનારનું પણ આયોજન કરાયું  હોવાનું તેમણે જણાવતા વધુને વધુ લોકો તેનો લાભ લે એવો અનુરોધ કર્યો હતો.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer