રાજ્યના પોલીસ મહાનિર્દેશક સાથેની બેઠકમાં ગાંધીધામ ચેમ્બરે કરી રજૂઆત

ગાંધીધામ, તા. 13 : રાજ્યની મિનિ લોકડાઉનને લઈને ઉદ્ભવેલી સ્થિતિ સંદર્ભે રાજ્યના પોલીસ મહાનિર્દેશક સાથે રાજ્યના વેપારી સંગઠનોની બેઠક યોજાઈ હતી. સંકુલની  અગ્રણી વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે સવારે 8થી  2 વાગ્યા સુધી ધંધા-રોજગાર ખોલવા અનુરોધ કર્યો હતો.પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા  સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં 9 ક્ષેત્રીય  ચેમ્બરો, વિવિધ વેપાર -ઉદ્યોગના મંડળોના પ્રતિનિધિઓ જોડાયા હતા. આ વેળાએ ચેમ્બર પ્રમુખ અનિલકુમાર જૈને સરકાર દ્વારા લોકડાઉનનાં નિયંત્રણો મુકાયાં તે પહેલાં  થયેલા સ્વૈચ્છિક  બંધ તથા 7 દિવસીય આર.ટી.પી.સી.આર. ડ્રાઈવ થ્રુ કેમ્પની વિગતો  આપી હતી વધુમાં તેમણે કહ્યંy હતું કે છેલ્લા 15  દિવસથી દુકાનો અને વેપાર બંધ હોવાથી વેપારીવર્ગને આર્થિક ફટકો પડી રહ્યો છે. નાનાં ઉદ્યોગકારોને તેમનાં કારખાનાંઓ ચાલુ રાખવા માટે આનુષંગિક સેવાઓ અને સંસાધનોની પડતી જરૂરિયાતો મિનિ લોકડાઉનનાં કારણે નહીં  મળવાથી ઉત્પાદન કાર્ય ચાલુ રાખવામાં મુશ્કેલી પડી રહી છે, જેથી  દુકાનો  અને સેવાઓ પૂરી પાડવા વ્યવસાયકારોને સવારના 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ધંધા-રોજગાર ચાલુ રાખવા દેવા ભાર મુકાયો હતો. ત્યારબાદ બપોરે 2 થી સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન  રાખવા  કહ્યંy  હતું. આમ કરવાથી સંક્રમણ ન ફેલાવાનો હેતુ પણ જળવાઈ રહે અને નાનાં વેપારીઓને આર્થિક બોજ હળવો થઈ શકે. પ્રત્યુત્તરમાંપોલીસ મહાનિર્દેશકે ચેમ્બરનાં કાર્યાની નોંધ લઈ નાનાં દુકાનદારો અને ઉત્પાદનકર્તાઓનાં પ્રશ્નો અંગે ઉચ્ચ સ્તરે સમીક્ષા કર્યા બાદ ઘટતું કરવા જણાવ્યું હોવાનું ચેમ્બરના મંત્રી મહેશભાઈ તિર્થાણીએ એક યાદીમાં કહ્યંy હતું.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer