ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં કચરા નિકાલની વ્યવસ્થા ગોઠવો

ગાંધીધામ, તા. 13 : શહેરના નવી સુંદરપુરી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા કલેકશન નિયમિત  કરવા અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા વિપક્ષે માગ કરી હતી.  સુધરાઈના નગરસેવક જગદીશભાઈ નારણભા ગઢવીએ મુખ્ય અધિકારીને  લેખિત રજૂઆત કરતા  એક પત્રમાં કહ્યંy હતું કે વોર્ડ નં.8 માં આવતા નવી સુંદરપુરી વિસ્તારમાં  ત્રણ દિવસે કચરો ઉપાડવામાં આવે છે.  તેમજ  મસ્જીદ વિસ્તારમાં પેવર બ્લોકનો ઉંચો રસ્તો બની જવાથી  આજુ-બાજુમાં આવેલી ગલીઓ નીચી હોવાથી થોડા વરસાદમાં જ ઘરોમાં પાણી ભરાઈ જાય છે.  પાલિકા ધ્વારા વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરાઈ નથી.ચોમાસા પહેલા પ્રિ-મોનસૂન કામગીર અંતર્ગત પેવરબ્લોકનો રસ્તો તોડી ગલીઓમાં ભરાતા પાણીનો નિકાલ કરવાની દિશામાં યોગ્ય કરવા અનુરોધ કર્યો હતો.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer