ભુજમાં 69 સહિત જિલ્લામાં કોરોનાના 16ર કેસ : ત્રણ મોત

ભુજમાં 69 સહિત જિલ્લામાં કોરોનાના 16ર કેસ : ત્રણ મોત
ભુજ, તા. 4 : કચ્છમાં કોરોનાના કેસમાં ઉતાર-ચડાવ જારી રહ્યો હોય તેમ સોમવારે 18 કેસનો ઉછાળો આવ્યા બાદ મંગળવારે રપ કેસના ઘટાડા સાથે વધુ 16ર લોકો સંક્રમિત થતાં જિલ્લામાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 88પ7 પર પહોંચ્યો છે. સૌથી વધુ 69 કેસ ભુજમાં નોંધાયા તેમાં 47 કેસ ભુજ શહેર અને રર ભુજ તાલુકામાં નોંધાયા હતા. વધુ 3 મોત સાથે જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક વધીને ર07 પર પહોંચ્યો છે. 71 દર્દીઓ કોરોનાને મહાત આપી સાજા થતાં સ્વસ્થ થયેલા દર્દીઓની કુલ સંખ્યા પ998 પર પહોંચી છે, તો સક્રિય કેસ વધીને ર747ના આંકે અટકયા છે. શહેરી વિસ્તારમાં કોરોનાના કેસ ઘટીને 96 પર પહોંચ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં 66 કેસ નોંધાયા છે.  ભચાઉમાં 33, માંડવીમાં ર0, ગાંધીધામમાં 1ર, અંજારમાં 8, અબડાસામાં 7, લખપતમાં 6, નખત્રાણામાં પ, મુંદરા-રાપરમાં સૌથી ઓછા 1-1 કેસ નોંધાયા છે. સ્વસ્થ થયેલા દર્દીઓમાં પણ સૌથી વધુ 33 દર્દીઓને ભુજમાં રજા આપવામાં આવી હતી. - ઓક્સિજનવાળા 1ર9, વેન્ટિલેટરવાળા બે બેડ ઉપલબ્ધ : તંત્રે જારી કરેલી યાદીમાં ઓક્સિજનવાળા 1ર9 અને વેન્ટિલેટરવાળા બે બેડ ઉપલબ્ધ હોવાનું દર્શાવાયું છે. કુલ 39પ6માંથી 1ર39 બેડ ખાલી છે અને તેમાં 1108 બેડ વેન્ટિલેટર-ઓક્સિજન વગરના હોવાનું જણાવાયું છે. વેન્ટિલેટર બેડ માત્ર એન્કરવાલા હોસ્પિટલમાં ખાલી છે. જનરલ હોસ્પિટલમાં ઓક્સિજનવાળા 67 બેડ ખાલી હોવાનું જણાવાયું છે.- ર044 લોકોને રસી આપવામાં આવી : મંગળવારે 18 વર્ષની વયજૂથના 18રપ અને 4પ વર્ષથી વધુની વયજૂથના ર19 મળી ર044 લોકોને રસી આપવામાં આવી હતી. આજે વધુ 10 સ્થળે 1000 લોકોને રસી આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. બે કલાકના સ્લોટમાં રપ લોકોને રસી અપાશે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer