રેલવે દ્વારા મુંદરા પોર્ટથી તુઘલખાબાદ ઓક્સિજન એક્સપ્રેસ દોડાવાઈ

રેલવે દ્વારા મુંદરા પોર્ટથી તુઘલખાબાદ ઓક્સિજન એક્સપ્રેસ દોડાવાઈ
ગાંધીધામ, તા. 4 : દેશભરમાં ઓક્સિજનની અછત નિવારવા રેલવે દ્વારા દેશભરમાં ઓક્સિજન એકસપ્રેસ દોડાવવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા પણ મુન્દ્રા પોર્ટથી  દીલ્હી માટે ઓકસીજન એકસપ્રેસ દોડાવવામાં આવી હતી. ભારતમાં કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે ઓકસીજનની અછત ઉભી થઈ છે ત્યારે વિશ્વના દેશો આ મુશ્કેલીના સમયમાં મદદ કરી રહ્યા છે.  અબુધાબીથી રવાના થયેલા મેડીકલ ઓકસીજનના સાત કન્ટેઈનર મુન્દ્રા પોર્ટ ઉપર આવી પહોંચ્યા હતાં. રેલવેના સ્થાનિક સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગત તા. 4ના  મોડી રાત્રીના જહાજ જેટી ઉપર લાંગર્યું હતું. રેલવે દ્વારા મોડી રાત્રીના 1.30 વાગ્યાના અરસામાં  લોડીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વહેલી સવારે 5.30 વાગ્યા સુધીમાં 140 ટન ઓકસીજનના 7 કન્ટેનર લોડ થઈ જતા ટ્રેનને મુન્દ્રા પોર્ટ ખાતેથી રવાના કરવામાં આવી હતી. મુન્દ્રા પોર્ટથી સવારે 6.20 વાગ્યે રવાના થયેલી ઓકસીજન એકસપ્રેસ આવતીકાલે તા.5 મેના વહેલી સવારે પહોંચી જશે. આ 7 ટેન્કરો યુએઈથી જળ માર્ગે મુન્દ્રા પોર્ટ  આવ્યા હતાં. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકરે વિગતો આપતા જણાવ્યું હતું કે  તા. 4 મેના પશ્ચિમ રેલવે દ્વારા દિલ્હી ક્ષેત્ર માટે મુન્દ્રા પોર્ટ સહીતના સ્થળેથી બે ઓકસીજન એકસપ્રેસ દોડાવવામાં આવી હતી. અત્યાર સુધી ચાર ઓકસીજન એકસપ્રેસ મારફત 373 મેટ્રીક ટન મેડીકલ ઓકસીજનનું પરિવહન કરવામાં આવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer