ભુજની બાળાએ એકત્ર કરેલી રકમ હોસ્પિટલમાં વાપરતાં પ્રમાણપત્ર અપાયું

ભુજની બાળાએ એકત્ર કરેલી રકમ હોસ્પિટલમાં વાપરતાં પ્રમાણપત્ર અપાયું
ભુજ, તા. 30 : મૂળ ભુજની બાળાએ બ્રિટનના લોકડાઉનમાં ઉપયોગી કાર્ય કરીને પ્રમાણપત્ર મેળવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ વખતના કેપ્ટન મિ. ટોમ કે જેઓ બ્રિટનમાં યોર્કશાયર વિસ્તારમાં રહેતા હતા. ગયા વર્ષે તેઓ 100 વર્ષના થયા ત્યારે તેમણે તથા ઘરના સ્વજનોએ જણાવ્યું કે 100 રચનાત્મક કામો કરીએ જેથી આ લોકડાઉનમાં આનંદની અનુભૂતિ થાય. આજુબાજુ રહેતા બાળકો-યુવાનોએ આ ચેલેન્જ સ્વીકારી ભુજના ડો. વેણુ મહેતા અને ડો. અમિત મેયચા કે જેઓ કોરોના વોરિયર્સ તરીકે કામગીરી બજાવી જ રહ્યા છે ત્યારે તેમની પુત્રી કુ. સ્વરાએ તેમાં જોડાઇને કહ્યું કે કોરોનાગ્રસ્ત બાળકો માટે હોસ્પિટલમાં 100 પાઉન્ડ ચેરિટી કરીશ, તેથી તેણે જાતે ઓવનમાં કૂકીઝ, કેક બનાવીને આજુબાજુ રહેતા લોકોમાં વેંચી, જેના 155 પાઉન્ડ મળ્યા હતા. પુલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડ માટે વપરાશે. હોસ્પિટલના ચેરિટી ડિરેક્ટરે કુ. સ્વરાને આવી કામગીરી માટે અભિનંદન આપી અને પ્રમાણપત્ર સાથે સન્માન કર્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer