રસીકરણ માટે કતારમાં ઊભા પણ કુકમાના યુવાનો જ બાકાત

રસીકરણ માટે કતારમાં ઊભા પણ કુકમાના યુવાનો જ બાકાત
કુકમા (તા. ભુજ), તા. 4 : આજે કુકમા પ્રા. શાળામાં 18થી 44 વર્ષના યુવાનો માટે રસીકરણ કેમ્પ યોજાયો હતો, આ કેમ્પના સ્થળ તરીકે જ માત્ર કુકમા રહ્યું બાકી કુકમાના યુવાવર્ગને રસી મુકાવવાનો લાભ સાવ નહિવત જ મળ્યો છે કારણકે રસી માટે પહેલાથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડે છે. મળતી માહિતી મુજબ માત્ર દોઢથી બે મિનિટમાં જ રજિસ્ટ્રેશન ફુલ થઈ જતાં ગામના મોટાભાગના યુવાઓ રસી લેવાથી વંચિત રહી  ગયા છે. સવારે રસીકરણ સ્થળની મુલાકાત લેતા લાંબી કતાર જોવા મળી હતી પણ તેમાં ગામના યુવા ભાગ્યે જ દેખાયા હતા, પાછું આ આયોજન આજના એક દિવસ પૂરતું જ હતું. સરકાર યુવાઓને વેક્સિન મળે એ માટે આયોજન તો કરે છે, પણ આવા આયોજનોમાં સ્થાનિકો જ વંચિત રહી જતા હોય તેવું દેખાઈ રહ્યું છે. અમુક ટકાને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું ફાવતું નહીં હોય, નેટવર્કના પણ પ્રોબ્લમ છે, આ સંજોગોમાં બે મિનિટમાં રજિસ્ટ્રેશન ફુલ થઈ જતાં જેની લોટરી લાગી એની લાગી એવો તાલ સર્જાયો હતો. સરકારી કેન્દ્રો પર પણ વેક્સિન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી ત્યારે આવા રસીકરણ કેમ્પ આવકાર્ય છે પણ સ્થાનિકો સરળતાથી નામ નોંધાવી રસી લઈ શકે એવું સુચારુ આયોજન બહુ જરૂરી છે. આજે કુલ 19પને રસી અપાઈ જેમાં કુકમાના માત્ર ર1 જ હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer