મુંબઇમાં રક્તદાન કેમ્પ યોજીને 179 બોટલ રુધિર એકત્ર કરાયું

મુંબઇમાં રક્તદાન કેમ્પ યોજીને 179 બોટલ રુધિર એકત્ર કરાયું
મુંબઇ, તા. 4 (અમારા પ્રતિનિધિ તરફથી) : જોગેશ્વરી પૂર્વમાં જોગેશ્વરી સોશિયલ મિત્ર મંડળ-વાગડ અને ટીમ વાગડના ઉપક્રમે  તરુણ મિત્રમંડળના સહયોગથી રકતદાન કેમ્પ યોજાયો હતો. રવિવારે આયોજિત કેમ્પમાં 179 બોટલ રકત એકત્ર થયું હતું. કોરોનાકાળમાં દર્દીઓને રકતની અત્યંત જરૂર પડે છે. માંગ સામે પુરવઠો ઓછો પડતો હોવાથી કેમ્પનું આયોજન કરાયું હતું એમ જણાવતાં સોશિયલ મિત્રમંડળના પ્રમુખ મનસુખ થોભણ ગડાએ કહ્યું કે, અચલગચ્છ જૈન ભવન ખાતે કેમ્પ યોજ્યે હતો. રકતદાતાઓ  જોગેશ્વરી ઉપરાંત માહિમ, ગોરેગાંવ,અંધેરીથી આવ્યા હતા. જોગેશ્વરીમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા ત્રણ રકતદાન કેમ્પ યોજાયા હતા. રવિવારે લોકડાઉન હોવા છતાં સિનિયર પી.આઇ. મહેન્દ્રસિંહ નેરલેકરના સહયોગના કારણે રકતદાતાઓને કોઇ તકલીફ પડી ન હતી. કેમ્પમાં દીપપ્રાગટય રમણીક ગોપાળ ગડાના હસ્તે થયું હતું. કેમ્પમાં ઘાટકોપર વાગડ?વીશા ઓસવાળ સમાજે પણ સહયોગ આપ્યો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer