વાયોર પ્રા. શાળામાં સિમેન્ટ કંપની દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવા તૈયારી

વાયોર પ્રા. શાળામાં સિમેન્ટ કંપની દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવા તૈયારી
નલિયા, તા. 4 : અબડાસા તાલુકાના વાયોર ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ એકમ દ્વારા 50 પથારી સાથેનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે. કોંગીના જિલ્લા અને તાલુકાના પ્રતિનિધિ મંડળ જિલ્લા કોંગી પ્રમુખ?યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ કંપનીના ઉચ્ચ અધિકારીઓ પ્રસન્નકુમાર મૈથી, અજયકુમાર સાથે યોજાયેલી બેઠકમાં કોંગી પ્રતિનિધિ મંડળે અલ્ટ્રાટેક કંપનીના આ અધિકારીઓ પાસે રજૂઆત કરી કોરોના સમય દરમ્યાન અલ્ટ્રાટેક પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે તેવી રજૂઆત સંદર્ભે તાત્કાલિક તેનો અમલ કરવા વાયોર પ્રાથમિક શાળામાં તાકિદે કોવિડ?કેર સેન્ટર શરૂ કરવાની બાંહેધરી આપી હતી. પ્રતિનિધિ મંડળે રાતા તળાવ ખાતે સંસ્થાકીય રીતે ચાલતા કોવિડ?કેર સેન્ટર ખાતે ઓક્સિજન રિફિલ સંલગ્ન બાયપેપ અને બેથી ત્રણ?વેન્ટિલેટર, ઓક્સિજન, સિલિન્ડર સહિતની મદદ કરવા પણ રજૂઆત કરી હતી. કોંગી પ્રતિનિધિ મંડળ નલિયા ખાતે પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવતને રૂબરૂ મળી સંસ્થાકીય રીતે ચાલતા કોવિડ સેન્ટરોમાં ઓક્સિજન સિલિન્ડરોની અછત નિવારવા ભારપૂર્વક રજૂઆત કરી હતી. જખૌના મીઠાં પોર્ટ ખાતે કાર્યરત આર્ચિયન મીઠાં કંપનીના અધિકારીઓને પણ?આ પ્રતિનિધિ મંડળ રૂબરૂ મળી જખૌ વિસ્તારમાં કોવિડ?કેર સેન્ટર ખોલવાની માંગ કરી હતી. રાતા તળાવ ખાતે ચાલતા કોવિડ?કેર સેન્ટરમાં પશ્ચિમ કચ્છના દર્દીઓનો ધસારો ભારે જણાયો હતો. અહીં 120 બેડનું કોવિડ?કેર સેન્ટર કાર્યરત છે. આ પૈકી 80 બેડ ઓક્સિજન સિલિન્ડર કનેક્ટેડ છે. પ્રતિનિધિ મંડળને રાતા તળાવ સંસ્થાપક મનજી બાપુ, નાનજીભાઇ?ભાનુશાલી વગેરેએ આવકાર્યા હતા. કોવિડ?કેર સેન્ટરમાં સારવાર લઇ રહેલા દર્દીઓની પણ આ આગેવાનોએ પૃચ્છા કરી હતી. દર્દીઓ માટે રહેઠાણ, તબીબી સારવાર, ભોજનની ઉત્તમ સગવડ હોતાં પ્રતિનિધિ મંડળે સંતોષ વ્યક્ત કર્યો હતો. કોંગીના પ્રતિનિધિ મંડળમાં જિલ્લા પંચાયતના સદસ્ય તકીશાબાવા સૈયદ, અબડાસા અને નખત્રાણાના કોંગી પ્રમુખો અનુક્રમે અજિતસિંહ જાડેજા, રાજેશ આહીર, લખપત તા.પં. શાસક જૂથના નેતા પી. સી. ગઢવી, જિલ્લા કોંગી મંત્રી રામદેવસિંહ જાડેજા, કોંગી પ્રવક્તા મહેન્દ્રભાઇ ઠક્કર, અબડાસા તા.પં.ના પ્રમુખના પ્રતિનિધિ અલીભાઇ કેર, આમદ સંઘાર વગેરે જોડાયા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer