ગાંધીધામના છાત્રને જ્યારે કોટા પોલીસે ન્યાય અપાવ્યો

ગાંધીધામ, તા. 4 : શહેરના એક વિદ્યાર્થી સાથે સામાનની હેર ફેર કરવા મુદ્દે રાજસ્થાન કોટાના શખ્સે છેતરપીંડી કરતાં કોટા રાજસ્થાનના પોલીસવડાને લેખિત ફરિયાદ કરાઇ હતી અને આ વિદ્યાર્થીને ગણતરીના કલાકોમાં ન્યાય મળી ગયો હોવાનું બહાર આવ્યું હતું. અહીં રહેતા  ડો. રાજેશ માહેશ્વરીનો પુત્ર ઉન્નત રાજસ્થાનના કોટામાં અભ્યાસ કરે છે. કોરોના મહામારીના પગલે તે પરત ફર્યો હતો અને પોતાનો સામાન મિનાક્ષી મુવર્સ એન્ડ પેકર્સ કંપની થકી મંગાવ્યો હતો. આ કંપનીના સંચાલક દિલબાગસિંઘ ખટાનાએ  278 કિલો વજનના હિસાબે રૂા. 12,465 આ વિદ્યાર્થી પાસેથી પડાવી લા હતા અને બાદમાં આ સામાન અહીંયા પહોંચી આવતાં તે માત્ર 135 કિલો હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે આ શખ્સને અનેક વખત સંપર્ક કરવા છતાં તેણે દાદ દીધી નહોતી. બાદમાં આ અંગે કોટાના પોલીસવડાને લેખિતમાં રજૂઆત કરાતાં ગણતરીના કલાકોમાં આ વિદ્યાર્થીને ન્યાય મળ્યો હતો અને તેના બાકી નીકળતા પૈસા મુવર્સ એન્ડ પેકર્સ કંપનીના સંચાલકે પરત અપી દીધા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer