જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા સવા કરોડનું દાન

ભુજ, તા. 4 : વર્તમાન સમયમાં સમ્રગ વિશ્વ સાથે ભારત દેશમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર છે, ત્યારે સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ વિકટ પરિસ્થિતિનો સામનો કરી સમાજ અને દેશની પરિસ્થિતિ સુધારવા પ્રયાસો થઈ રહ્યા છે. આરોગ્ય વિભાગના કર્મયોગી કર્મચારીઓ દિવસ અને રાત જોયા વિના સેવા આપી રહ્યા છે, ત્યારે જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા આરોગ્યલક્ષી સુવિધા અર્થે રૂપિયા સવા કરોડનું દાન સેવાયજ્ઞમાં અર્પણ કરવાનું નક્કી કર્યું છે.કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી. પ્રજાપતિ  અને જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એન. પ્રજાપતિએ જિલ્લાના શિક્ષણતંત્ર સાથે સંકળાયેલા વિવિધ સંગઠનો સાથે સંકલન કરી જિલ્લામાં આરોગ્ય વિષયક સગવડો - વેન્ટિલેટર, ઓકિસજનનો પુરવઠો, દવાઓ વગેરે બાબતોમાં જિલ્લાના વહીવટી તંત્રને મદદરૂપ બનવાના એક ઉમદા હેતુ સાથે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સાથે  સંકળાયેલા તમામ સંઘના હોદ્દેદારો પ્રમુખ-મંત્રીઓ સાથે એક બેઠક યોજીને જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ, શિક્ષકો, કારકુનો, સેવકોનો મે માસનો એક દિવસનો પગાર કે જેની અંદાજિત રકમ 1.25 કરોડ આ  સેવાયજ્ઞમાં અર્પણ કરીને જિલ્લાના વહીવટી તંત્રને મદદરૂપ બનવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ પહેલને ઉપસ્થિત નયનસિંહ જાડેજા, કેરાણા ગોહિલ, હરિસિંહજી જાડેજા, ખેતશી ગજરા, રામસંગજી જાડેજા, રમેશભાઈ ગાગલ, જે.સી. પાઠક, ઊર્મિલ હાથી, ચેતન બારમેડા, મનોજ લોઢા, દિવ્યરાજસિંહ જાડેજા, ડો. એ.જી. વાઘેલા, મૂરજી મીંઢાણી, દિલીપભાઈ પરમાર, કિરીટસિંહ ઝાલા, શ્રી ગોહિલભાઈ, બી.કે. બકોત્રા, જે.બી.જાડેજા, એલ.કે. યાદવ, મોહન મહેશ્વરી વગેરે કચ્છ જિલ્લાના વિવિધ સંઘના હોદ્દેદારોએ વધાવી લીધી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer