ગુંદાલા વિસ્તારમાં મોખા ટોલગેટ કંપની હંગામી હોસ્પિટલ શરૂ કરે

ગુંદાલા (તા. મુંદરા), તા. 4 : દૈનિક 40 લાખની આવક ધરાવતા મોખા ટોલ ગેટ કપરાકાળમાં કોરોના હોસ્પિટલ શરૂ કરે તેવી લોકમાંગ ઊઠી છે. લોકોના જણાવ્યા અનુસાર હાલ મોખા ટોલગેટની રોજિંદી આવક 40 લાખ?સાથે કચ્છના ટોલગેટની આવકમાં સૌથી મોખરે છે, પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં સૌથી પાછળ?છે, તેથી હાલ કોરોનાના કપરાકાળમાં મોખા ટોલગેટ દ્વારા મોખા-ગુંદાલા કે નજીકના કોઇપણ ગામમાં હંગામી કોરોના કેર સેન્ટર શરૂ?કરે તેવી લોકોની માંગ છે.ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના સંખ્યાબંધ પોઝિટિવ કેસ છે. હાલ મુંદરા કે ભુજમાં ક્યાંય બેડ ખાલી નથી, તેથી ગ્રામ્ય વિસ્તારમાં મોખા ટોલગેટ?દ્વારા હંગામી હોસ્પિટલ ઊભી કરાય તો ગામડાંના લોકોને મુંદરા-ભુજ ભટકીને થતો સમય અને નાણાંનો વ્યય અટકાવી શકાય અને સમયસર સારવાર પણ મળી શકે. અહીં રોજ લાખો રૂપિયા કમાતા સંસ્થાનો આ કાળમાં કામ ન આવે તો ક્યારે આવે તે પ્રશ્ન છે. ઉપરાંત સામાજિક ઉત્તરદાયિત્વરૂપે પણ આ ફરજ બની રહે છે, છતાં જો સંચાલકો સ્વેચ્છાએ હંગામી કોરોના હોસ્પિટલ ઊભી ન કરે તો તંત્ર તે સંસ્થાને ફરજ પણ પાડી શકે છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer