ગાંધીધામમાં કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજના પૂર્વ પ્રમુખના અપમૃત્યુથી ગમગીની છવાઇ

ગાંધીધામ, તા. 4 : શહેરના સપનાનગરમાં રહેતા કિશોરભાઇ વિરજીભાઇ દાફડા (ઉ.વ.62)એ ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા. શહેરના સપનાનગર એન.યુ.-4માં રહેતા કિશોરભાઇએ આજે બપોરે પોતાના ઘરે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના ઘરે હતા ત્યારે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો. કિશોરભાઇ કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી મેઘવાળ સમાજના પૂર્વ પ્રમુખ હતા. તેમના મૃત્યુથી સમાજમાં ભારે ગમગીની છવાઇ હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer