વારંવાર સીટી સ્કેન જરૂરી નથી, કેન્સરનો ખતરો વધે : ડો. ગુલેરિયા

નવી દિલ્હી, તા. 3 : ભારતમાં ભયાનક હદે વકરતાં જતાં કોરોના સંક્રમણથી ગભરાટમાં વારંવાર સીટી સ્કેન કરાવતા લોકોને ચેતવણી આપતાં એઈમ્સના નિર્દેશક ડો. રણદીપ ગુલરિયાએ જણાવ્યું હતું કે, સીટી સ્કેન કરાવવાથી કેન્સર થવાનું જોખમ ઊભું થાય છે. દર્દી ઘરે આઈસોલેશનમાં હોય અને હળવાં લક્ષણ હોય, તો સીટી સ્કેન ન કરાવો. કારણકે, એક સીટી સ્કેનમાં 300 છાતીના એકસ-રે જેટલું રેડિયેશન હોય છે, જે ઘાતક બની શકે છે. આંકડાના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે, કોરોના સંક્રમણથી દર્દીઓ ત્રણ-ત્રણ દિવસે સીટી સ્કેન કરાવી રહ્યા છે, જે ભારે હાનિકારક છે, તેની કોઈ જરૂર નથી તેવું તેમણે ઉમેર્યું હતું. ખાસ કરીને યુવાન વયમાં એકપણ વાર સીટી સ્કેન કરાવ્યા પછી કર્કરોગ એટલે કે, કેન્સરનો ખતરો વધી જતો રહેવાની લાલબત્તી એઈમ્સના ડાયરેકટરે ધરી હતી. દર્દીને ઓકિસજન પછી સ્ટીરોઈડ અને પછી લોહી ન ગંઠાય તેની દવાઓ સમયસર મળી જાય તો બીજી કોઈ દવાની જરૂર રહેતી નથી.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer