બંગાળમાં પરિણામ બાદ હિંસા : નવ મૃત્યુ

કોલકાતા, તા. 3 : પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ટીએમસીની નોંધપાત્ર જીત બાદ ઘણા સ્થળોએથી ંિહંસાના અહેવાલો સામે આવ્યા છે. ભાજપના કાર્યકર્તાઓએ ટીએમસીના સમર્થકો ઉપર મારપીટ અને હિંસાનો આરોપ મુક્યો છે. પરિણામ બાદ અલગ અલગ હિંસામાં કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મામલે ગૃહ મંત્રાલય દ્વારા બંગાળ સરકાર પાસે રિપોર્ટ માગવામાં આવ્યો છે. હુમલા મામલે ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે રાજ્યપાલ જગદિપ ધનખડની પણ મુલાકાત કરી હતી. ઘોષે કહ્યું હતું કે, બંગાળમાં પરિણામ બાદ થયેલી હિંસામાં નવ લોકોએ જીવ ગુમાવ્યો છે. ટીએમસી ઉપર ગંભીર આરોપ મુકતા કહ્યું હતું કે સત્તાધારી પાર્ટી હાથ બાંધીને બેઠી છે. પોલીસ નિક્રીય છે. હિંસા મામલે રાજ્યપાલ સમક્ષ કરવામાં આવેલુ નિવેદન સ્વિકારી લેવામાં આવ્યું છે અને આશ્વાસન આપવામાં આવ્યું છે. આ દરમિયાન ભાટપારામાં હિંસા થઈ હતી અને દુકાનોમાં લૂંટ ચલાવવામાં આવી હતી. આ મામલે સ્થાનીક લોકોએ દાવો કર્યો હતો કે ટીએમસીના ગુંડાઓએ ઘટનાને અંજામ આપ્યો છે. એક શખસે એમ પણ કહ્યું હતું કે, વિસ્તારમાં ઓછામાં ઓછા 10 બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. હિંસાના અહેવાલો બાદ ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી વિપક્ષી દળના કાર્યકરો ઉપર થઈ રહેલા હુમલા અંગે રિપોર્ટ માગ્યો છે. બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શાંતિ રાખવાની અપીલ કરી છે. ભાજપે આરોપ મુક્યો હતો કે ટીએમસીના કાર્યકર્તાઓએ હુગલીમાં પાર્ટી કાર્યાલયને આગ લગાડી હતી અને શુભેન્દુ અધિકારી સહિતના અમુક નેતાઓ સાથે મારામારી કરી હતી.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer