કચ્છમાં કોરોનાથી ત્રણ મોત : કેસ વધી 187

કચ્છમાં કોરોનાથી ત્રણ મોત : કેસ વધી 187
ભુજ, તા. 3 : કચ્છમાં કોરોનાથી મૃત્યુનો સિલસિલો જારી રહ્યો હતો. આજે પણ ત્રણ મોત તંત્રના ચોપડે નોંધાયા છે, પણ કેસ વધીને 187 થયા છે. જિલ્લામાં છ તાલુકામાં 75 દર્દી સ્વસ્થ થતાં ઘરે પરત ફરવા વિદાય અપાઇ હતી જેમાં અંજાર તા.ના 26, અબડાસાના 17, માંડવીના 11, ભચાઉ-નખત્રાણાના નવ-નવ અને રાપરના ત્રણ દર્દી સાજા થયા છે. સોમવારે શહેરી વિસ્તારમાં 134 અને ગ્રામ્યમાં 53 પોઝિટિવ કેસ નેંધાયા જેમાં ભુજમાં 45 અને તાલુકામાં 10, ગાંધીધામમાં 51 અને તા.માં 2, અંજારમાં 11, તા.માં 5, રાપરમાં 11 અને તા.માં 16, ભચાઉમાં 6 અને તા.માં 2, માંડવીમાં 5 અને તા.માં 1, મુંદરામાં 2, અબડાસાના ગ્રામ્ય વિસ્તારમાં 7, લખપત તા.માં 4 અને નખત્રાણા તાલુકામાં 6 કેસ નોંધાયા છે. આજ સુધીના કુલ પોઝિટિવનો આંક વધતો રહી 8695 થઇ ચૂક્યો છે. 2656 કેસ હજુ એક્ટિવ છે. આજના ત્રણ મૃત્યુ સહિત કુલ મૃત્યુઆંક 204 થઇ ગયો છે. તો આજ સુધી 4927 દર્દી સ્વસ્થ થયા છે. ઓક્સિજનવાળા 154, વેન્ટિવાળા 8 બેડ જિલ્લા તંત્રની યાદીમાં કોરોના દર્દીઓ માટેની ખાલી બેડની આજની જાહેર કરાયેલી યાદીમાં કુલ 1325 બેડ પૈકી ઓક્સિજનવાળા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મળીને 154 બેડ ખાલી જ્યારે વેન્ટિલેટર, બાયપેપ અને એચએફએનસીવાળા કુલ આઠ?બેડ ખાલી હોવાનું દર્શાવાયું છે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer