શ્રીલંકાના ઓલરાઉન્ડર તિસારા પરેરાએ નિવૃત્તિ લીધી

કોલંબો, તા.3: શ્રીલંકાના અનુભવી ઓલરાઉન્ડર અને પૂર્વ કેપ્ટન તિસારા પરેરાએ આજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 32 વર્ષીય તિસારા પરેરા શ્રીલંકા તરફથી 6 ટેસ્ટ, 166 વન ડે મેચ અને 84 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકયો છે. જેમાં ટેસ્ટમાં 11 વિકેટ અને 203 રન, વન ડેમાં 17પ વિકેટ અને 2338 રન તથા ટી-20માં તેના ખાતામાં પ1 વિકેટ અને 1204 રન છે. તે હવે દુનિયાભરની લીગ ક્રિકેટમાં ભાગ લેતો રહેશે. પરેરા આઇપીએલનો પણ હિસ્સો રહી ચૂકયો છે. જો કે આ વખતે ઓકશનમાં તે વેંચાયો ન હતો.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer