મોટી ભાડઈથી જ્યોતેશ્વર મંદિરનો માર્ગ જર્જરિત

મોટી ભાડઈથી જ્યોતેશ્વર મંદિરનો માર્ગ જર્જરિત
માંડવી, તા. 3 : મોટી ભાડઈથી જ્યોતેશ્વર મહાદેવ મંદિર તરફનો રસ્તો રિસરફેસિંગ કરવા તેમજ બંને સાઈડની ઝાડી કટિંગ કરવા માંડવી તાલુકા પંચાયતના વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજાએ નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ-મકાન વિભાગને માગણી કરી હતી. આ રસ્તો કાચો-રાજમાર્ગ આવેલો છે. અંદાજે 35 વર્ષ પહેલાં આ રસ્તો પાકો ડામર રોડ બનાવવામાં આવેલો છે. અંદાજે 3 કિ.મી.નો છે. આ રોડ પૈકી અંદાજે 1 કિ.મી. રોડનું કામ પાંચ વર્ષ પહેલાં સી.સી. રોડનું કામ થયું છે અને બંને સાઈડમાં ઈન્ટરલોકનું કામ પણ થયું છે. કામ ઘણું નબળું થતાં સી.સી. રોડ તૂટી ગયો છે. ઈન્ટરલોક સાવ નીકળી ગયા છે. બાકીનો અંદાજે બે કિ.મી. જેટલો રોડ તો સાવ બિસમાર હાલતમાં છે તેવું તેમણે જણાવ્યું હતું. જ્યોતેશ્વર મહાદેવનું મંદિર એ માંડવી તાલુકાનું પ્રસિદ્ધ મહાદેવનું મંદિર છે અને આ મંદિરના દર્શને કચ્છ-ગુજરાતભરમાંથી દૈનિક સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને ભુજથી ગઢશીશા થઈને આ મંદિરે જવાનો આ નજીકનો રસ્તો છે તેમજ ભાડઈ મોટીથી ડોણ થઈને પવિત્ર અંબેધામ-ગોધરા જવાનો આ નજીકનો રસ્તો હોવાથી તાત્કાલિક સુધારણાની માંગ કરી હતી.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer