કચ્છી ધારાશાત્રી આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા

કચ્છી ધારાશાત્રી આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા
ભુજ, તા. 3 : મૂળ ભુજના અને હાલે મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત કરી રહેલા હર્ષ ભગીરથભાઈ બૂચને વકીલાત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા લેક્ષ ફાલ્કન એવોર્ડ-ર0ર1થી સન્માનિત કરાયા છે. ભારતનો ખ્યાતનામ ધારાશાત્રીઓનો મંચ એમઝેડએમ લીગલ સાથે સંકળાયેલા હર્ષને તા. 7મી એપ્રિલના દુબઈ ખાતે યોજાયેલી લેક્ષ ટોક વર્લ્ડ કોન્ફરન્સમાં વકીલાત ક્ષેત્રે સમગ્ર એશિયા, મધ્યપૂર્વ યૂરોપ તથા અમેરિકાના શ્રેષ્ઠ એકસો ધારાશાત્રીઓને અપાતો આ એવોર્ડ એનાયેત કરાયો છે. આ પ્રતિષ્ઠિત માન મેળવનાર હર્ષ સૌપ્રથમ ગુજરાતી છે. આ એવોર્ડ માટે એક હજારથી વધારે નોમિનેશન સ્વીકારવામાં આવ્યા હતા, જેમાંથી એકસોની પસંદગી કરવામાં આવી તેમાં યુવાન ધારાશાત્રી હર્ષનો સમાવેશ કરાયો હતો એ કચ્છ અને ગુજરાત માટે ગૌરવજનક ઘટના છે. હર્ષ ભુજના સ્વ. વિષ્ણુપ્રસાદ રેવાશંકર બૂચના પૌત્ર થાય છે. એમના પિતા ભગીરથભાઈ બૂચ મર્ચન્ટ નેવીના કેપ્ટન છે અને કચ્છ અને મુંદરાના બંદરીય ઈતિહાસમાં સૌથી મોટું વ્યાપારી જહાજ મુંદરા બંદરે લઈ આવવામાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer