કોડાય 7ર જિનાલયમાં સાધ્વીશ્રી રત્નત્રયાશ્રીજી કાળધર્મ પામ્યાં

કોડાય 7ર જિનાલયમાં સાધ્વીશ્રી રત્નત્રયાશ્રીજી કાળધર્મ પામ્યાં
માંડવી, તા. 3 : 7ર જિનાલય મહાતીર્થે અચલગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ. ગુણસાગરસૂરિશ્વરજી મ.સા.ના પટ્ટધર આ.ભ. ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના હસ્તે દીક્ષિત થયેલાં ચારુધર્માશ્રીજીનાં શિષ્યા સાધ્વી રત્નત્રયાશ્રીજી મ.સા. આજે 63 વર્ષની વયે નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં 10મા ઉપવાસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં છે. આચાર્ય કવીન્દ્રસાગરસૂરીજી મ.સા., મુનિ રાજરત્નસાગરજી, મુનિ મલયસાગરની, મુનિ ભાગ્યોદયસાગરજી આદિ મુનિવૃંદો તથા સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ગુણાનુવાદ સભા યોજાયેલી હતી. ટ્રસ્ટના ચેરમેન રવિલાલભાઈ ઠાકરશી સંગોઈની રાહબરી હેડળ સંસ્થા મેનેજર રતિલાલભાઈ, શામજીભાઈ, ગિરીશભાઈ, બિપીનભાઈ આદિએ વ્યવસ્થા સંભાળી હતી. સંસાર પક્ષે ગામ બિદડાના માતા ગંગાબેન તલકશી રવજી દેઢિયાનાં પુત્રી સા.શ્રી રત્નત્રયાશ્રીજી મ.સા. 38 વર્ષનું દીક્ષા પર્યાયનું પાલન કર્યું હતું. બપોરે ર કલાકે 7ર જિનાલય મહાતીર્થથી તેમની પાલખીયાત્રા નીકળેલી. વિવિધ ચડાવાના લાભો શેરડી જૈન સંઘ, માતા ગંગાબાઈ તલકશી રવજી દેઢિયા બિદડા, ભગવતીબેન માણેક ગેલાભાઈ, પ્રેમિલાબેન, ચંદનબેન ધનસુખભાઈ તેમજ મુખ્ય ધજાનો લાભ ચંદનબેન ધનસુખ ખેતશી સાવલા (કોડાય), પ્રેમિલાબેન કાન્તિલાલ રાંભિયા (નાના ભાડિયા), માતા સાકરબેન હરશી નરશી દેઢિયા, ભાવિની પ્રતીક અશ્વિન સાવલા પરિવારે લીધેલો. જીવદયા માટે ઉપસ્થિતોએ દાન જાહેર કર્યું હતું. આ પ્રસંગે શાંતિલાલ હરશી દેઢિયા, કેશવજી ખીમજી મારૂ, ખુશાલભાઈ, મહેન્દ્રભાઈ પાસડ, મયૂરભાઈ શાહ (માંડવી) તેમજ ફરાદી, ગોધરા, બિદડા, કાંડાગરા, કોટડા, શેરડી, મોટા આસંબિયા, નાના ભાડિયા વિગેરે ગામોએથી ભકતો આવી પહોંચ્યા હતા. સંચાલન વિધિકાર ચંદ્રકાંતભાઈ દેઢિયા બિદડાવાળાએ કરાવ્યું હોવાનું પરેશ શાહે જણાવ્યું હતું.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer