કચ્છમાં નકલી રેમડેસીવીર ?

ભુજ, તા. 3 : નકલી રેમડેસીવીરના જથ્થા સાથે બનાવનારા પકડાઇ રહ્યા છે ત્યારે આવા નકલી ઇન્જેકશનનો જથ્થો કચ્છમાં પણ કાળાબજારિયાઓ દ્વારા ઘુસાડાયો છે કે કેમ તેની ત્રણ તંત્રો દ્વારા સક્રિય બની તપાસ ચાલી રહી છે. મોરબીથી નકલી રેમડેસીવીર ઇન્જેકશન ઝડપાયા બાદ કચ્છમાં પણ લવાયા હોવાની શંકાઓ લોકજીભે ચર્ચાઇ રહી છે. જથ્થાબંધ દવાના વેપારી સંગઠનના મોભીને પૂછતાં તેમણે કાયદેસર માલ તો સરકાર સિવાય કોઇને મળતો ન હોવાનું જણાવી ઉમેર્યું કે કાળાબજારિયા જો લઇ આવ્યા હોય અને ખાનગી ધોરણે વેચતા હોય તેવા કોઇ હેવાલો મળ્યા નથી. બીજી બાજુ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સત્તાવાર સૂત્રોને પૂછતાં તેમણે પોલીસ અને સીબીઆઇ સાથે સક્રિય તપાસ આદરી હોવાનું જણાવ્યું હતું.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer