કચ્છની પાંજરાપોળ-ગૌશાળાને છ મહિના સબસિડી આપવા માંગ

ભુજ, તા. 1 : ભયાવહ કોરોના મહામારીએ કચ્છની પાંજરાપોળ-ગૌશાળાઓને 6 માસ સુધી પશુ સહાય સબસિડી જાહેર કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. કોરોના મહામારીની બીજી લહેરથી સમગ્ર ભારતમાં હાહાકાર મચી ગયો છે ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના જીવદયાપ્રેમીઓના દાનથી પાંજરાપોળ ગૌશાળાઓનો નિભાવ થતો હોય છે. ગુજરાતમાં સૌથી વધુ પાંજરાપોળ ગૌશાળાઓ કચ્છ જિલ્લામાં આવેલી છે અને સૌથી વધુ ગૌધન પણ કચ્છ જિલ્લામાં છે. જેથી પાંજરાપોળ ગૌશાળાઓમાં પ્રતિદિન પશુધનની સંખ્યા વધતી જતી હોય છે. હાલની કોરોના મહામારીમાં ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. કચ્છ જિલ્લાની પાંજરાપોળ ગૌશાળાઓ મુખ્યત્વે જૈન મહાજનો અને જીવદયાપ્રેમીજનોના દાન પર નભે છે. મુખ્યમંત્રી જીવદયા પ્રત્યેની સંવેદનાના કારણે ગત વર્ષ-ર0ર0માં એપ્રિલ-મે અને ઓકટોબરથી ડિસેમ્બર સુધી પશુ દીઠ રપ રૂપિયા સહાય સબસિડી આપવામાં આવેલી ત્યારે જ પશુધનનું ભરણ-પોષણ કરી શકાયું છે તેવું અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘ દ્વારા જણાવાયું હતું.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer