મ.સૈયદ હાજી અનવરશાબાવાએ સમાજમાંથી અનેક કુરિવાજો દૂર કર્યા

ભુજ, તા. 3: ફરઝંદે મુફતી એ કચ્છ સૈયદ હાજી અનવરશાબાવાની વિદાયથી સમ્રગ કચ્છમાં દુ:ખની લાગણી ફેલાઈ હતી. સૈયદ હાજીઅનવરશા બાવા હંમેશા મુફતી એ કચ્છના ચીંધેલા માર્ગે ચાલી અનેક લોકો વચ્ચેના મતભેદો દૂર કરી સમાધાન કરાવતા હતા. મુસ્લિમ સમાજને એકતા સાથે આગળ વધારવા સતત પ્રયત્નશીલ રહેતા હતા. તેવું કોમીએકતાના પ્રતીક અને વિવિધ સંસ્થાઓથી સંકળાયેલા એવા પીર સૈયદ કેશરઅલીશા હાજી મખદુમઅલીશા બાપુએ જણાવી તેમના માટે દુવા ગુજારી હતી. કચ્છના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ જણાવ્યું કે,અનવરશા બાવા પોતાના વાલીદ સૈયદ હાજી અહેમદશા બાવાના નકશેકદમે ચાલી મુસ્લિમ સમાજમાં વાયઝ તકરીર(ધાર્મીક પ્રવચન) કરતા અનેક કુરિવાજો દૂર કર્યા હતા. ટૂંકી બીમારીમાં તેમનું અવસાન સમગ્ર સમાજને ન પુરાય તેવી ખોટ પડી હોવાનું કહ્યંy હતું. મહેફીલે બાગે રસુલ કમીટીના હોદ્દેદારો પ્રમુખ અહેમદશાહ અલહુસૈની, મહામંત્રી અલીમોહમ્મદ જત, મામદ જુણેજા, ઈભરાહીમ હાલેપોત્રા, ગની કુંભાર, ફકીર મામદ કુંભાર, યાકુબ ખલીફા, ગફુર શેખ, કાસમશા સૈયદ, ઈભરાહીમ જત, મહેમુદ માંજોઠી, જુમા નોડે, અમીરઅલી લોઢીયા સહિતના આગેવાનોએ મરહુમના ઈસાલે સવાળ માટે દુઆએ ખૈર માંગી હતી.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer