ભુજની પરિણીતાની સાસરિયાના ત્રાસ અંગે પોલીસ ફરિયાદ

ભુજ, તા. 3 : રાજકોટના રૈયા રોડ પર માવતરના ઘરે રહેતા ભુજના પરિણીતા પૂજાબેન પર્વભાઈ ગણાત્રાએ સાસરિયા વારંવાર ઝઘડા કરી ત્રાસ આપતા હોવાની રાજકોટના મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પૂજાબેને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ પર્વ?ઉપરાંત સસરા રાજેશભાઈ પ્રમોદભાઈ ગણાત્રા, સાસુ ગીતાબેન અને નણંદ ડો. જાનવી ગણાત્રાના નામો આપ્યો છે. તને ઘરનું કામ આવડતું નથી. તારા મા-બાપે કંઈ શીખવ્યું નથી, રસોઈ બનાવા કામવાળી રાખીને તેના પૈસા તને આપવાના તુવું કહી સાસુ-નણંદ ત્રાસ આપતા હતા અને પતિ નાની-નાની વાતોમાં મારકૂટ કરતા હોવાનું તેમજ લગ્નનો ખર્ચ આપી દે તો તને છૂટાછેડા આપી દઈ દીકરાના બીજા લગ્ન કરી નાખશું તેવું કહી સસરા માનસિક ત્રાસ આપતા હોવાની વિગતો ફરિયાદમાં લખાવાઈ છે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer