હીરાલક્ષ્મીબેને જી.કે.માં મેળવ્યું નવું જીવન

હીરાલક્ષ્મીબેને જી.કે.માં મેળવ્યું નવું જીવન
ભુજ, તા. 22 : અહીંના 84 વર્ષીય વૃદ્ધાએ જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાને મહાત આપીને સાજા થતાં તબીબી સ્ટાફના પ્રેમભાવ અને સારવારને બિરદાવી છે. ભુજના 84 વર્ષીય વૃદ્ધા હીરાલક્ષ્મીબેન ભીમજિયાણી ડાયાબિટીસ સહિત અન્ય વય આધારિત રોગો ધરાવતા હતા. સાથે કોરોના લાગુ પડતાં પ્રથમ છ દિવસ સુધી ઘરે સારવાર લીધી હતી, પરંતુ અચાનક ઓક્સિજનનું લેવલ 76 પર આવીને ઊભું રહી જતાં તેમના પુત્ર અક્ષયે 108 એમ્બયુલન્સ બોલાવીને તેમના માતાને જી.કે. જનરલમાં દાખલ કર્યા હતા. દરમ્યાન હોસ્પિટલના તબીબોની મહેનત, નર્સિંગ સ્ટાફની દેખરેખ અને પોતાના મક્કમ આત્મવિશ્વાસને કારણે આઠ દિવસના અંતે કોરોનાને માત આપી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. હોસ્પિટલના સધિયારા અને હૂંફને બિરદાવતા હીરાલક્ષ્મીબેન કહે છે કે, આ આઠ દિવસમાં પોતાને દાદી કહીને દવા પીવડાવતા જમવાનો આગ્રહ કરતા અને પ્રેમથી તબિયત પૂછતા હતા. આમ તેનું સફળ પરિણામ મળ્યું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer