કોંગ્રેસી આગેવાનો દ્વારા ભીમાસર અને દુધઈમાં કોરોના પરીક્ષણ કિટ અપાઈ

કોંગ્રેસી આગેવાનો દ્વારા ભીમાસર અને દુધઈમાં કોરોના પરીક્ષણ કિટ અપાઈ
ભુજ, તા. 22 : કોંગ્રેસના આગેવાનોએ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ માટે રેપિડ એન્ટિજન કિટો આપી હતી. દુધઈ આરોગ્ય કેન્દ્રની જાતમુલાકાત લઈને કોરોના સંક્રમિત દર્દીઓના ખબર-અંતર પૂછી શક્ય તમામ મદદ કરવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી. જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલ, કોટડા ગામના પૂર્વ સરપંચ વિક્રમભાઈ છાંગા, દુધઈ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય શંભુભાઈ ડાંગર, જગદીશભાઈ દેસાઈ સહિતના કોંગ્રેસના આગેવાનોએ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર થયેલા દુધઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. હાલમાં કોરોના ટેસ્ટ માટેની રેપિડ કિટની અછત હોવાથી આ આગેવાનો દ્વારા રૂા. 30,000ના ખર્ચે 200 જેટલી કિટ (100 દુધઈ અને 1200 ભીમાસર)માં આપવામાં આવી હતી.આ તબક્કે દુધઈના મેડિકલ ઓફિસર ડો. લવ ઠક્કર સાથે આરોગ્યલક્ષી ચર્ચા કરાઈ હતી. શક્ય તમામ મદદ કરવાની તૈયારી આ આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer