મુંદરામાં સંઘના સ્વયંસેવકો દ્વારા સેવાકાર્યથી રામનવમી પર્વ ઊજવાયું

મુંદરામાં સંઘના સ્વયંસેવકો દ્વારા સેવાકાર્યથી રામનવમી પર્વ ઊજવાયું
મુંદરા, તા. 22 : આ નગરમાં રામનવમીના માહોલમાં કર્મચારીઓ માટે રજાના દિવસ વચ્ચે વહેલી સવારથી રામભક્તો પૂજાથાળ લઈને મંદિરો તરફ જઈ રહ્યા હતા. નાનેરાથી મોટેરા સૌ રામજન્મોત્સવનો નિર્દોષ આનંદ માણી રહ્યા છે. બીજીબાજુ મુંદરાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો કોરોના મહામારીના માહોલ વચ્ચે હેલ્થ ટોનિક ઉકાળો જાતે બનાવી રહ્યા હતા. હાથમાં કપ અને કિટલી લઈને મુંદરા અને મરિન પોલીસ સ્ટેશન, ટેલિફોન એક્સચેન્જ ઓફિસ અને જી.ઈ.બી.ના વીજ કર્મચારીઓ પાસે જઈને તેમની સેવાને અભિનંદી ઉકાળો પીવડાવાયો હતો. કોવિડકાળમાં સમાજની સેવા-સુરક્ષા કરતા આ કર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા એ એમને મન રામપૂજન હતું. નિ:સ્વાર્થ બુદ્ધિથી નિરપેક્ષભાવે પ્રતિષ્ઠાના મોહ વગર સમાજનું મનોસ્વાસ્થ્ય સારું રહે એવું કોઈ પણ કાર્ય કરવું એ જ સંઘ વિચાર છે એવી એમની સમજ હતી તેવું જણાવાયું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer