નખત્રાણામાં ચૈતન્ય આશ્રમના કોવિડ સેન્ટરમાં ઓક્સિજન-સામગ્રીની ભેટ

નખત્રાણામાં ચૈતન્ય આશ્રમના કોવિડ સેન્ટરમાં ઓક્સિજન-સામગ્રીની ભેટ
નખત્રાણા, તા. 22 : અહીંના રામેશ્વર સ્થિત ચૈતન્ય સ્વરૂપ આશ્રમ ખાતે શરૂ થયેલા કોવિડ સેન્ટરને નખત્રાણા લોહાણા મહાજનના પ્રયાસથી, સમાજના દાતા તરફથી દસ ઓક્સિજન સિલિન્ડર, માસ્ક, બ્લડ ચડાવવા એલ.ટી. આપવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારી ડો. મેહુલ કુમાર બરાસરા, સી.એચ.સી.ના ડો. પ્રસાદ, આશ્રમના મહંત મોહનદાસજી મહારાજ, લોહાણા સમાજના પ્રમુખ રાજેશભાઈ પલણ ઉપસ્થિત રહ્યા હતા. મોહનદાસજીએ આશીર્વચન પાઠવતાં કહ્યું હતું કે હાલ કપરો સમય છે. આશ્રમ ખાતે દાખલ દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતાં તેમને ભુજ જવું પડતું હતું પરંતુ હવે સગવડ થતાં ઘણી રાહત થશે. રાજેશભાઈ પલણ તેમજ સિલિન્ડરના દાતા રોહિત વિઠ્ઠલદાસ બાવડે કહ્યું હતું કે, ગમે ત્યારે આશ્રમમાં ઓક્સિજનના બાટલાની જરૂર પડશે ત્યારે તે આપશે. મહાજનના મંત્રી નીતિનભાઈ એલ. ઠક્કર, વિશનજીભાઈ પલણ, મહેન્દ્રભાઈ ગટ્ટા, પ્રાગજીભાઈ અનમ, મેહુલભાઈ દાવડા, મુકેશ કોઠરી, નીતિન રાજદે, નખત્રાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંધ્યાબેન પલણ, મીનાબેન પલણ, જાગૃતિબેન પલણ, અલ્પાબેન કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer