માંડવીના દીવાદાંડી વિસ્તારમાં ઠંડા પાણીની પરબની સેવા

માંડવીના દીવાદાંડી વિસ્તારમાં ઠંડા પાણીની પરબની સેવા
માંડવી, તા. 13 : અહીંના દીવાદાંડી વિસ્તારમાં ઠંડા પાણીની પરબ શરૂ કરાઇ હતી.ઉનાળાની કાળઝાળ ગરમીમાં ધોમધખતા તડકાથી બચવા માટે દાતા માતા સ્વ. અનસોયાબેન કાંતિલાલ મહેતા પરિવાર (મોરબી) હસ્તે કિરણબેન કાંતિલાલ મહેતા તરફથી આખા વર્ષ માટે જાયન્ટ સાહેલી ગ્રુપ-માંડવીના માધ્યમથી દીવાદાંડી વિસ્તારમાં ઠંડા પાણીના પરબની શરૂઆત કરાઇ હતી. છેલ્લા પાંચ વર્ષથી મહેતા પરિવાર તરફથી આ પરબની અવિરત સેવા ચાલુ છે. આ કાર્યક્રમમાં સાહેલી પ્રમુખ ડોક્ટર પારૂલબેન ગોગરી, પૂર્વ પ્રમુખ હર્ષિકાબેન ગોર, મંત્રી હર્ષાબેન ખત્રી, ઉષાબેન સોની, ચક્ષિતાબેન કષ્ટા સાથે નવા જોડાયેલા સભ્યો તબીબ ઉષાબેન ગોગરી, દિપાબા જાડેજા, જયશ્રીબેન ગિરનારી, કીર્તિબેન વ્યાસ, જાગૃતિબેન ચાવડા, ગાર્ગી ગોગરી ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer