દીપક ચહરની `પર્પલ કેપ'' તરફ આગેકૂચ

નવી દિલ્હી, તા. 22: આઇપીએલના 15મા મુકાબલામાં ચેન્નઈ સુપરકિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 18 રને હરાવ્યું હતું. ચેન્નઈ તરફથી દીપક ચહરે 4 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ સાથે દીપકે પર્પલ કેપ તરફ પોતાના કદમ આગળ ધપાવ્યાં છે. દીપક ચહરની આઇપીએલ 14માં 8 વિકેટ થઈ છે, જ્યારે સિઝનમાં સૌથી વધારે વિકેટ લેનારો બીજા નંબરનો બેટ્સમેન બની ગયો છે. આવેશ ખાન આઇપીએલ 2021માં અત્યાર સુધીમાં સૌથી વધારે વિકેટ લેનારા ખેલાડીઓની યાદીમાં ત્રીજા ક્રમાંકે પહોંચી ગયો છે. તેના નામે કુલ 8 વિકેટ છે. આરસીબીનો હર્ષલ પટેલ (10 વિકેટ) હજી પણ યાદીમાં પહેલા ક્રમાંકે છે અને પર્પલ કેપ અત્યારે તેની પાસે છે. ટોપ પાંચ બોલરોમાં ચાર ભારતીય છે જ્યારે આંદ્રે રસેલ આ યાદીમાં સામેલ એકમાત્ર વિદેશી બોલર છે, જેનાં નામે સાત વિકેટ છે. પર્પલ કેપ બાદ ઓરેન્જ કેપની વાત કરવામાં આવે તો તેના ઉપર દિલ્હીના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનનો કબ્જે છે. ધવને ચાર મેચમાં 231 રન કર્યા છે. ધવને આરસીબી સામેની મેચમાં 92 રન કરીને મેક્સવેલ પાસેથી પર્પલ કેપ છીનવી લીધી હતી. મેક્સવેલના નામે 176 રન છે, જ્યારે હૈદરાબાદનો બેયરસ્ટો ત્રીજા ક્રમાંકે છે. બેયરસ્ટોએ 173 કર્યા છે, જ્યારે ડુપ્લેસિસ 164 રને ચોથા ક્રમાંકે અને 164 રન સાથે નીતિશ રાણા પાંચમા ક્રમે છે. રોહિત શર્મા અને કેએલ રાહુલ ટોપ 5માંથી બહાર થયા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer