વિજયની રાહ પર વાપસી માટે મુંબઈ ઈન્ડિયન્સ આતુર

ચેન્નાઈ, તા. 22 : આઈપીએલમાં આવતીકાલે મુંબઈ અને પંજાબની ટક્કર થશે. દિલ્હી સામેની ગત મેચમાં બેટધરોના નબળા દેખાવને ભૂલીને મેદાનમાં ઉતરવાનું મુંબઈનું લક્ષ્ય હવે તો પંજાબની ટીમ સતત ખરાબ પ્રદર્શન બાદ વાપસી માટે આતુર છે. મુંબઈ માટે મધ્ય હરોળમાં બેટધરોનો નબળો દેખાવ ચિંતાનો વિષય છે. 2020માં મુંબઈના વિજેતાપદમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન બંધુ    લયમાં નથી તો હાર્દિક તેમજ કુણાલ પણ જોઈએ તેવા ફોર્મમાં નથી. બીજીબાજુ જીત સાથે શરૂઆત બાદ પંજાબની ટીમનો દેખાવ કમજોર રહ્યો છે. બુધવારે હૈદરાબાદ સામેની મેચમાં પંજાબ માત્ર 120 રન જ કરી શક્યું હતું. ક્રિસ ગેલ ખાસ કોઈ કમાલ કરી શક્યો નથી. કે.એલ. રાહુલને અન્ય બેટધરોની મદદ મળતી નથી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer