ગાંધીધામની નર્સિંગ કોલેજોના છાત્રોને ભુજ મૂકવાનો વિરોધ

ગાંધીધામ, તા. 22 : સમગ્ર કચ્છમાં કોરોના સંક્રમણે ખાસ તો શહેરોમાં ભરડો લીધો છે ત્યારે ભુજની હોસ્પિટલો માટે નર્સિંગ સ્ટાફ ગાંધીધામ સંકુલની નર્સિંગ કોલેજોમાંથી મોકલવાના થયેલા આદેશનો સંકુલમાં વિરોધ ઊઠયો છે. ટ્વિટરમાં અગ્રણી તબીબ ડો. નીતિન ઠક્કરે ટ્વિટ કરતાં કહ્યું છે કે, ગાંધીધામ પોતે જ જ્યારે કોરોનાની ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યું છે ત્યારે ગાંધીધામ સંકુલની નર્સિંગ કોલેજના છાત્રોને ભુજ ન મોકલવા જોઈએ. આ ટ્વિટમાં તેમણે ભુજથી ગજવાણી નર્સિંગ સ્કૂલને અપાયેલા લેખિત આદેશની તસવીર પણ મૂકી છે. ટ્વિટને સમર્થન આપતાં અગ્રણી ઉદ્યોગકાર આશિષ જોષીએ જણાવ્યું છે કે, ગાંધીધામ સંકુલને ત્વરિત મદદની જરૂર છે તેવામાં માનવબળ અન્યત્ર મોકલવાથી મુશ્કેલી સર્જાશે.અત્રે નોંધવું જરૂરી છે કે, ગાંધીધામ સંકુલમાં તબીબ, વેન્ટિલેટરવાળા બેડ, તાલીમી સ્ટાફ વગેરેની અછત ઊભી થઈ રહી છે. પરિણામે સ્ટાફને ભુજ મોકલવાનો વિરોધ ઊભો થઈ રહ્યો છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer