નાની ચીરઇ પાસે ટ્રકમાં કાર ઘૂસી જતાં મહિલાનું મોત

ગાંધીધામ, તા. 22 : ભચાઉ તાલુકાના નાની ચીરઇ પાસે આગળ રહેલી ટ્રકમાં પાછળથી કાર ભટકાતાં કારમાં સવાર ગાંધીધામના જ્યોતિબેન હિતેશ ગઢવી નામના મહિલાનું મોત થયું હતું.નાની ચીરઇ પાસે ગત મેડી રાત્રે 1-15ના અરસામાં આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. પોલીસે આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, હિતેશ લક્ષ્મણ ગઢવી (ઉ.વ. 24) અને તેમના પત્ની જ્યોતિબેન ભચાઉથી ગાંધીધામ આવી રહ્યા હતા ત્યારે આગળ રહેલી ટ્રકમાં પાછળથી સ્કોર્પિયો કાર નંબર જી.જે. 12-બી.એફ. 6404વાળી ધડાકાભેર અથડાતાં જ્યોતિબેનને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત થયું હતું, જ્યારે તેમના પતિને સારવાર અર્થે ગાંધીધામ લઇ અવાયા હતા. આ બનાવ અંગે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer