અમદાવાદમાં દિવ્યાંગને લગતા કાયદાઓ અંગે સેમિનાર યોજાયો

ગાંધીધામ, તા. 22 : દિવ્યાંગના અધિકારોને સંલગ્ન કાયદાની માહિતી આપતો સેમિનાર અમદાવાદમાં યોજાયો હતો. જેમાં કચ્છના પ્રતિનિધિએ હાજરી આપી હતી. દિવ્યાંગો સાથે કામ કરતા એડવોકેશી સંગઠન નેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઓફ એમ્પ્લોમેન્ટ ફોર ડિસેબલ્ડ પીપલ  અને ઓ.એન.જી.સી.ના સહયોગથી આયોજિત આ સેમિનારમાં  દિવ્યાંગતા  ધરાવતી વ્યકિતોઓ માટે  નીતા પંચાલ ડિસેબિલિટી રિસોર્સ સેન્ટર દ્વારા કાયદાનું  અંગ્રેજીમાંથી સરળ ગુજરાતી  ભાષામાં રૂપાંતર કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું વિમોચન ગુજરાત રાજ્યના કમિશનર  ડી. એન. પાંડેના હસ્તે કરવામાં  આવ્યું હતું. આ વેળાએ કચ્છના  ગરોડા બાબુ હાજર  રહ્યા હતા. કાર્યક્રમમાં આ કાયદાને સંલગ્ન માહિતી અપાઈ હતી. જેમાં અંધજન મંડળનાં સંસ્થાપક ડાયરેકટર ડો. ભૂષણ પુનાણી, સોલીસીટર કંચન પમનાણી સહિતનાએ હાજરી આપી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer