ગાંધીધામ ચોરી પ્રકરણના આરોપીને જામીન મંજૂર

ગાંધીધામ, તા. 22 : શહેરમાં મોબાઈલ ઝૂંટવી જવાના પ્રકરણમાં પકડાયેલા ચાર પૈકી એક આરોપીની ગાંધીધામની અદાલતે જામીન અરજી ગ્રાહ્ય રાખી હતી. ગાંધીધામ નગરપાલિકાથી જૂની કોર્ટ તરફ પગે ચાલીને જનાર પાસે  મોટરસાઈકલ ઉપર આવેલા બે શખ્સો મોબાઈલ ફોન  ઝૂંટવીને નાસી ગયા હતા. પોલીસે આ પ્રકરણમાં ચાર આરોપની ધરપકડ કરી હતી. આ પૈકી આરોપી શૈલેશકુમાર ભગવાનભાઈ વાઘેલાની  ગાંધીધામની સેશન્સ કોર્ટે જામીન  અરજી ગ્રાહ્ય રાખી હતી. તેને  જામીન ઉપર મુક્ત કરવા આદેશ કર્યો હતો. આરોપી પક્ષે ધારાશાત્રી અજમલ સોલંકીએ દલીલો કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer